વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ધાંગધ્રા ગૌરક્ષા ગૌરક્ષકો દ્વારા આજ રોજ માળીયા થઈને અમદાવાદ જય રહેલ આઇસરને રોકી કતલખાને લઇ જવાતા 35 અબોલ જીવોને બચાવાયા છે.
મળતી માહિતી અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ધાંગધ્રા ગૌરક્ષા ગૌરક્ષકોને માહિતી મળી હતી કે, માળિયા થઈને અમદાવાદ બાજુ કતલ કરવાના ઇરાદે અમુક જીવને GJ06 AT 8168 નંબરની આઇસર ગાડીમાં ભરીને લઈ જવાના છે. કચ્છ બાજુથી માળિયા તરફ થઈને અમદાવાદ 35 જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે જવામાં આવતા હોવાનું જાણવા મળતા જ ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે બાતમી વાડી ગાડી માળીયાથી પસાર થતા તેનો પીછો કરીને ધાંગધ્રા નજીક રોકાવીને ચેક કરતા 35 જીવ મળી આવ્યા હતા. ત્યારે વાહન ચાલકની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પરમિટ ના હોવાનું અને આ જીવ કચ્છથી ભરેલા હોય અને અમદાવાદ કતલ કરવાના ઇરાદે લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે આ આરોપીને ઝડપી ગાડીને કબજે કરી છે.









