માળીયા મિયાણામાં અપહરણના ગુન્હામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને સીપીઆઈની ટીમે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો
માળીયા મિયાણામાં સગીરાનું અપહરણ કરીને લઇ જતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેમજ ભોગ બનનારને ગણતરીની કલાકોમા સીપીઆઈ ઈમ્તિયાઝ કોંઢીયાની ટીમ દ્વારા શોધી માતાપિતા ને સોંપી.
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સગીર બાળકોને ભગાડી જવાના ગુન્હામાં આરોપી અને ભોગ બનનારને તાત્કાલિક શોધી કાઢવા મળેલી સુચના મુજબ મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આઈ એમ કોઢિયાની ટીમ માળીયામાં થયેલ સગીરા અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા કાર્યરત હતી જે સમય ગાળા દરમિયાન સગીરાના અપહરણ મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે સગીર વયની (કિશોરી) ભોગબનનારને માળીયા ગામેથી અપહરણ કરી લઇ ગયો હતો જે ફરિયાદની તપાસ સીપીઆઈ આઈ એમ કોઢિયા, ટીમના અનંતરાય પટેલ, વિક્રમસિંહ ભાટિયા સહિતની ટીમે તાબડતોબ હાથ ધરી હતી જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર અને ભોગ બનનારને શોધી કાઢી માળિયા પોલીસ મથકે લાવ્યા હતા અને ભોગ બનનારને જરૂરી કાર્યવાહી કરી માતાપિતાને સોપી હતી જેમાં સીપીઆઈ આઈ એમ કોંઢિયાની ટીમે ગણતરી ની કલાકો માં જ ગુનાનો ભેદ ઉકલી કિશોરીને માતાપિતા ને સોંપતા માતાપિતા એ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.