Friday, October 18, 2024
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી,ઘુટુ ગામ નજીક જુગાર રમતા પાંચને દબોચ્યા

મોરબી ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી,ઘુટુ ગામ નજીક જુગાર રમતા પાંચને દબોચ્યા

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે બાતમીને આધારે ધુટુ ગામથી આગળ પાર્થ હોટલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા કુલ પાંચ ઇસમોને રોકડા રૂપીયા ૭૨,૪૮૦/- સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમના પો.હેડ.કોન્સ.નિરવભાઇ મકવાણા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, બીપીનભાઇ પરમારને સયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ધુટુ ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે, પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે જે હકિકત અન્વયે રેઇડ કરતા ઉપરોક્ત સ્થળે તીનપત્તિનો જુગાર રમી રહેલ દયારામભાઇ શામજીભાઇ સોરીયા ઉવ-૬૩ રહે.ધુટુ ગામ, યુનુસભાઇ હબીબભાઇ રાઠોડ ઉવ-૪૬ રહે. મોરબી વાવડીરોડ શ્રીજીપાર્ક, રાધવજીભાઇ ભુરાભાઈ પરેચા ઉવ-૬૩ રહે. ધુટુ ગામ હરીનગર, દીલીપભાઇ રૂગનાથભાઇ સરવડીયા ઉવ-૫૦ રહે.મોરબી સામાકાંઠે પ્રભુકૃપા-બી, રૂપેશભાઇ લખમણભાઇ કલોલા ઉવ-૪૮ રહે. મોરબી ધુનડારોડ શિવમ એપાર્ટમેન્ટને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જુગારના પટ્ટમાંથી કુલ રોકડા રૂ. ૭૨,૪૮૦/-સાથે તમામની અટકાયત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!