મોરબી ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર સીટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢયો છે. ગુનાને અંજામ આપનાર એક આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂ.૫૦,૦૦૦/- સાથે પકડી ગણતરીના દીવસોમાં અનડીટેક્ટ ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરવામાં મોરબી ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૭૭/૨૦૨૫ બી.એન.એસ.ક-૩૦૫-૩૩૧(૩), ૩૩૧(૪) મુજબનો ગુનો ગત તા.૦૨/૦૬/૨૦૨૫ ના ૭:૧૦ વાગ્યે દાખલ થયો હતો. જે બનાવ ગ તા.૧૩/૦૫/૨૦૨૫ ના ૮ વાગ્યાથી તા.૧૫/૦૫/૨૦૨૫ ના ૭:૩૦ વાગ્યા દરમિયાન વાંકાનેર વૃદાવન પાર્ક સોસાયટી શીવ મંદિર વાળી શેરી રાજકોટ રોડ વાંકાનેર ખાતે બન્યો હતી. જે ગુનાના ફરીયાદી હસમુખભાઇ રતીલાલભાઈ મકવાણાએ અજાણ્યા આરોપી સામે ગુન્હો દાખલ કરાવ્યો હતો. જેના આરોપીએ ફરીયાદીના મકાનનો મુખ્ય દરવાજો તોડી મકાનમાં પ્રવેશી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂ.૧,૭૦,૦૦૦/- ના મુદામાલની ચોરી કરી અજાણ્યો ચોર લઈ ગયો હતો. જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપી તેમજ મુદામાલ શોધી કાઢવા બાબતે અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગે સુચના આપતા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એમ.પી.પંડયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તેમજ મુદામાલ હસ્તગત કરવા કામગીરી શરૂ કરી હતી. જે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઇ જીલરીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઇ રાઠોડ તેમજ ટેક્નીકલ સેલના કૌશીકભાઈ મણવરને હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમથી ખાનગી બાતમી મળી કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના રહેણાંક મકાનમાં ચોરીના ગુનાને અજામ આપનાર આરોપી હાલ રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ બસ સ્ટેશન પાસે ઊભો છે. જેણે પોતાના શરીરે કાળા કલરનો નાઇટ ડ્રેસ પહેર્યો છે. જેથી તાત્કાલિક તે જગ્યાએ જઈ તપાસ કરતા પંકેશભાઇ ઉર્ફે પંકલો ઉર્ફે પંખુડી વિનુભાઇ સોલંકી રહે. રાજકોટ વાળાની અટક કરી પુછપરછ કરતા પોતે ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની અને ચોરીમાં મળેલ સોના ચાંદીના દાગીના વેચી નાખી રોકડા રૂપીયા મેળવ્યા હતા. જે રૂપીયામાંથી તેના ભાગમાં ૮૦,૦૦૦/- રૂપીયા આવેલા હતા જે પૈકી ૩૦,૦૦૦/- રૂપીયા હોસ્પીટલના ખર્ચમાં વાપરી નાખ્યાં અને બાકીના ૫૦,૦૦૦/- તેની પાસે હોવાની કબુલાત આપતા ઇસમની અટક કરી તેની પાસેથી રોકડા રૂપીયા-૫૦,૦૦૦ /- મેળવી આરોપીને વધુ તપાસ માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપ્યો છે.જ્યારે અન્ય કમલેશ ઉર્ફે કમો દિપકભાઇ સોલંકી અને વિપુલ વલ્લભભાઈ કાવઠીયા બંને રહે.રાજકોટ વાળાના નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરી છે. હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ છ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલા છે. જે પકડાયેલ આરોપી મોરબી જિલ્લાની ભોગૌલીક પરિસ્થીતીથી વાકેફ હોય અન્ય સાગરીતો સાથે મોરબી જિલ્લામાં આવી દિવસના સમયે રેકી કરી રાત્રીના સમયે મકાનમાં પ્રવેશી ઘરફોડ ચોરી કરવાની ટેવ ધરાવે છે
જેમાં એમ.પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, વી.એન પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ એલ.સી.બી. મોરબી તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.