મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા પૂર્વ બાતમીને આધારે લખધીરપુર રોડ ઉપર આવેલ પ્રગતિ એન્જીનીયરીંગની ઓરડીમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી વેચાણ કરતા મૂળ ગીર સોમનાથ જીલ્લાના પંડવા ગામના એક યુવકને દબોચી લેવામાં આવ્યો છે, ક્રાઇમ બ્રાંચ પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની ૮ બોટલ તથા બિયરના ૭૮ નંગ ટીન કબ્જે લઈને પકડાયેલ આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળી કે લખધીરપુર રોડ ઉપર ઘનશ્યામ ચેમ્બરમાં પ્રગતિ એન્જીનીયરીંગમાં આવેલ પોતાની ભોગવટા વાળી ઓરડીમાં આરોપી દ્રવિડગીરી ઉર્ફે રવિ મેઘનાથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે બાતમીને આધારે તુરંત પ્રગતિ એન્જીનીયરીંગ ખાતે રેઇડ કરતા આરોપીની ઓરડીમાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની ૮ બોટલ તથા અલગ અલગ કંપનીના ૭૮ નંગ બિયરના ટીન મળી કુલ કિ.રૂ.૧૯,૦૯૮/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી આરોપી દ્રવિડગીરી ઉર્ફે રવિ રાજેશગીરી મેઘનાથી ઉવ.૨૨ હાલરહે.મોરબી લખધીરપુર રોડ ઘનશ્યામ ચેમ્બર્સ પ્રગતિ એન્જીનીયરીંગની ઓરડીમાં મુળરહે.પંડવા તા.વેરાવળ જી.ગીર સોમનાથવાળાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપીની અટક કરી આગળની તજવીજ હાથ ધરી છે.