મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબીના રણછોડનગર ખાતે દરોડો પાડી સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો બનાવી વેચવાનુ કારસ્તાન પકડી પાડવામાં આવ્યું છે. આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની ૭૫૦એમએલ ની ૪૧ કિ. રૂ.૧૪,૩૫૦/- તથા સ્ટીકરો, અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ખાલી બોટલો સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. હાલ પોલીસે આરોપી સામે તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ સ્ટાફના હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. દશરથસિંહ પરમારને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે,મોરબીમાં રણછોડનગર સાઇબાબા મંદિરની આગળની શેરીમાં ભાડેથી મકાન રાખી તે મકાનમાં અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ બહારથી ભારતીય બનાવટનો સસ્તો ઇંગ્લીશ દારૂ લાવી તે સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી ઇંગ્લીશ દારૂ કાઢી મોંઘી ઇંગ્લીશ દારૂની બોટલોમાં ભરી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવી ચોડી મોંઘા ભાવે ઇંગ્લીશ દારૂની બોટલોનુ વેચાણ કરે છે. જે હકીકત આધારે આરોપીના કબજા ભોગવટા વાળા મકાને રેઇડ કરતા પોલીસને સ્થળ ઉપરથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ, ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલો, સ્ટીકરો, ઢાંકણા, વિગેરે સાધનસામગ્રી કિ. રૂ.૧૪,૪૯૦/-નો મુદામાલ મળી આવેલ હોય આ સાથે દરોડા દરમિયાન આરોપી અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ રહે. મોરબી જોન્સનગરવાળો હાજર મળી આવેલ ન હોય જેથી પોલીસે આરોપી અલ્તાફ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી એકટ સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડી લેવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.