ગુજરાતનાં DGP તથા રાજકોટ જિલ્લા રેન્જ આઇજી દ્વારા આગામી થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે. જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચે થર્ટી ફસ્ટ ડીસેમ્બર અનુસંધાને અંગ્રેજી દારૂનો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો છે.
મળતી માહિતી અનુસાર. મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સપેકર એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુગશીયાને સંયુકતમાં મળેલ ખાનગી બાતમીના આધારે મધુપુર ગામેથી એક ઇસમને GJ-01-KF-1949 નંબરની ઇકો ગાડીમાં જુદી જુદી બ્રાન્ડની ઇગ્લીશદારૂની ૧૪૯ બોટલો કે જેની કિંમત રૂ.૬૧,૫૩૦/- છે તે મળી કુલ.કિ.રૂ.૧,૬૭,૦૩૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા ભાવનગરના જસદણ હરીકૃષ્ણ પાર્ક ઓમકાર સ્કુલની પાછળ આટકોટ બાયપાસ પાસે રહેતા રમેશભાઇ પોપટભાઇ વાઘાણીને પકડી પડેલ છે જયારે મોરબીના મધુપુરમાં રહેતા ગોપાલ ગોરધનભાઇ કોળી નામના ઈસમ કે જે આ ગુનામાં સંડોવાયેલ છે. એમ કુલ બે ઓરપી વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.