મોરબી તાલુકાના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર મધ્યપ્રદેશના આંતરરાજય આદીવાસી ગેંગના એક આરોપીને રોકડા રૂપીયા-૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાંચ મોરબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના જેપુર ગામે તા.૨૦/૦૫/૨૦૨૪ ના ૧૧:૩૦ વાગ્યાથી તા.૨૧/૦૫/૨૦૨૪ ના ૦૫:૩૦ સુધીમાં ફરીયાદી કુવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયાના તથા અલગ અલગ કુલ-૦૪ મકાનમાં કોઇ અજાણ્યા ઇસમોએ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હતી. જેનો ગુન્હો દાખલ કરવામાં આવતા ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓ તથા મુદામાલ શોધી કાઢવા બાબતે અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગે સુચના આપતા રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક મોરબીની સુચના અને જરૂરી માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એમ.પી.પંડયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એચ.ભોચીયા, એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીના આધારે જેપુર ગામે પાંચ મકાનમાં ચોરીના ગુન્હાને અજામ આપનાર આરોપીઓ પૈકી રેમસીંગનામનો એક આરોપી હાલ ટંકારા તાલુકાના ટોળ ગામની સીમમાં આવેલ રીયાસત અબ્દુલભાઇ બાદીની વાડીમાં હોવાની ચોકકસ બાતમીના આધારે તાત્કાલીક જ્ગ્યાએ જઈ તપાસ કરતા મજકૂર રેમસીંગ સોરેસીંગ ઉર્ફે સોરસીંગ વેરસીંગ સીંગાડ (અનુ. જનજાતી) ઉ.વ. ૨૨ રહે. હાલ ટોળ ગામની સીમ રીયાસત અબ્દુલભાઇ બાદીની વાડીમાં તા.ટંકારા મુળ ગામ કાકડવા જી.ધાર (મધ્ય પ્રદેશ) વાળો મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો પોતાના મિત્રો સાથે મળી આચરેલાની કબુલાત આપી હતી. જે ઇસમ પાસેથી ગુન્હાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા- ૧,૫૦,૦૦૦/- મળી આવતા કબજે કરી આરોપી રેમસિંગ ઉર્ફે સોરસિંગ વેરસિંગ સિંગાડની અટકાયત કરી આગળની તપાસ અર્થે મોરબી તાલકુા પોલીસ સ્ટેશનને સોપી દેવામાં આવ્યો છે. જ્યારે પકડવાના બાકી આરોપી ધનીયા બનુ અલાવા રહે. કાકડવા તા.કુક્ષી જી.ધાર (એમ.પી.), રાકેશ પીરભ અલાવા રહે. બગોલી તા.કુક્ષી જી.ધાર (એમ.પી.) અને દિપક ઉર્ફે દીપા રમેશ સેંગર રહે. નરવાલી તા.કુક્ષી જી.ધાર (એમ.પી.) તેમજ ચોરીનો મુદામાલ ખરીદનાર આરોપી ગોરા ઉર્ફે ગૌરવ જૈન રહે.બોરી ગામ તા.જી.અલીરાજપુર (એમ.પી.) વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી રેમસિંગ ઉર્ફે સોરસિંગ વેરસિંગ સિંગાડની તથા પકડવાના બાકી આરોપી ધનિયા બનુ અલાવા વાળા બંને અગાઉ મોરબી જિલ્લામાં ખેત મજૂરી કરી હોય જેથી ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવાથી અન્ય સાગરીતો સાથે મોરબી જિલ્લના ગામડાઓમાં રેકી કરી રાત્રીના સમયે મકાનમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. જેમાં પકડાયેલ આરોપી અગાઉ તેલંગાણા રાજ્યમાં ઘરફોડ ચોરીમાં ગુન્હામાં બેએક વર્ષ સુધી જેલમાં રહી ચૂક્યો છે.
જે આરોપીને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી.બી. મોરબી એમ.પી. પડ્યા, પીએસઆઇ કે.એચ. ભોચીયા, વી.એન.પરમાર તેમજ એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોવડ ના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.