Wednesday, June 18, 2025
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાન્ચે એક ઇસમને ચાર ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો:એકનું નામ...

મોરબી ક્રાઇમ બ્રાન્ચે એક ઇસમને ચાર ચોરાઉ બાઇક સાથે ઝડપી પાડ્યો:એકનું નામ ખુલ્યું

મોરબી ક્રાઇમ બ્રાન્ચે મોરબી સીટી એ ડીવીઝન તેમજ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના ત્રણ અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી એક ઇસમને ચાર ચોરાઉ મોટર સાયકલ કિંમત રૂ. ૧,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર યાદવ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી (IPS)એ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તેમજ અનડીટેકટ શોધી કાઢવા અને ગુન્હેગારો પકડવા એમ.પી.પંડયા પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી. મોરબીને સુચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી, એલ.સી.બી./ પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા કાર્યરત હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ.જિજ્ઞાશાબેન કણસાગરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ વસીયાણી, શેખાભાઇ મોરી, જયેશભાઇ વાઘેલા અને આશીફભાઇ રાઉમાને ખાનગી બાતમીને આધારે એક ઇસમને નંબર પ્લેટ વગરના એક્ટીવા મોટર સાયકલ સાથે પકડી પાડી જરૂરી કાગળો અને આધાર પુરાવા માંગતા ઇસમ પાસે પાસે નહિ હોવાનુ જણાવતા તેણે મોટર સાયકલ ચોરી કે છળકપટથી મેળવ્યાનું જણાવતા ઇસમની વિષેશ પુછપરછ કરતા તેણે આ એક્ટીવા મોટર સાયકલ સિવાયના અન્ય ત્રણ મોટર સાયકલ પોતાના મિત્ર હનીફભાઇ કાસમભાઇ સધવાણી રહે. માળીયા માલાણી શેરી સાથે મળી મોરબી સીટી વિસ્તારમાંથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેથી આરોપીનાં રહેણાંક મકાનેથી ચારેય મોટર સાયકલ એલ.સી.બી.કચેરી ખાતે લાવી ઇ-ગુજકોપમાં સર્ચ કરતા મોટર સાયકલ મોરબી સીટી એ ડીવીઝન અને મોરબી સીટી બી ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયું હતું. જે બાબતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના ગુન્હો દાખલ થયો હતો.જે વાહન ચોરી કરનાર આરોપી અલાઉદીન શમસેર શુભાનભાઇ સધવાણીની ચાર મોટર સાયકલ કિંમત રૂ. ૧,૪૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપ્યો છે.જે ગુન્હામાં આરોપી હનીફભાઇ કાસમભાઇ સધવાણી રહે. માળીયા માલાણી શેરી મોરબી વાળાની શોધખોળ હાથ ધરી છે. આમ, મોરબી ક્રાઇમ બ્રાન્ચ ને ત્રણ ગુન્હો ડીટેક્ટ કરવામાં સફળતા મળી હતી.

જેમાં એમ.બી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, PSI બી. ડી. ભટ્ટ તેમજ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!