Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરના રાજકોટ રોડ ઉપરથી તમંચા સાથે એકને ઝડપી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

વાંકાનેરના રાજકોટ રોડ ઉપરથી તમંચા સાથે એકને ઝડપી લેતી મોરબી ક્રાઇમ બ્રાંચ

વાંકાનેરના રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગાર્ડન હોટલ નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શખ્સને મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા રોકી તેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી દેશી તમંચા જેવું હથિયાર મળી આવ્યું હતું. આથી તુરંત આરોપીની સ્થળ ઉપરથી ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની વધુ તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ વાંકાનેર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર-રાજકોટ રોડ ઉપર આવેલ ધ ગાર્ડન રેસ્ટોરન્ટ પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો જેની અંદાજીત કિ. રૂ. ૫,૦૦૦/-મળી આવ્યો હતો. આથી ક્રાઇમ બ્રાંચ પોલીસે આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વારનેશિયા રહે.મોરબી ભડિયાદ કાંટે સાયન્સ કોલેજની સામેવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!