Tuesday, April 1, 2025
HomeGujaratમોરબીના પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂનું કટીંગ થાય તે પહેલાં જ મોરબી...

મોરબીના પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂનું કટીંગ થાય તે પહેલાં જ મોરબી ક્રાઇમ બ્રાન્ચનો દરોડો:દારૂ અને ટ્રક સહિત ૩૯.૦૫ લાખનો મુદામાલ ઝડપી લેવાયો

ક્રાઇમ બ્રાંચ મોરબી દ્વારા બાતમીના આધારે જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે રેઇડ કરવામાં આવી હતી. મોરબી ક્રાઇમ બ્રાન્ચે રેઇડ કરી ઇંગ્લીશ દારૂની બોટલો ૩,૪૫૬ કિંમત રૂ.૩,૪૫,૬૦૦/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ.૩૯,૦૫,૪૦૪/- નો મુદામાલ પકડી આરોપી ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-36-GB-3434 નો ચાલક, ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે. મોરબી હળવદ રોડ તેમજ ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર અને તપાસમાં ખુલ્લે તે તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે….

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન, જુગારની ગેર કાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એમ. પી. પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને સુચના આપી હતી. જેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ, એલ.સી.બી. પેરોલ/ફર્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેકટર વી.એન.પરમાર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સુરેશભાઇ હુંબલ, જિજ્ઞાશાબેન કણસાગરા સયુંકતમાં ખાનગી બાતમી મળી કે મહેંદ્રનગર આઇ.ટી.આઇ.ની સામે જી.ઈ.બી પાછળ રહેતા ઉદયભાઇ જોરૂભાઇ કરપડાએ એક ટાટા ટ્રેઇલર નંબર- RJ-36-GB-3434 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો છે. અને હાલે મોરબી જેતપર રોડ પીપળી ગામ નજીક આવેલ મનીષ કાંટા પાસે શિવ કોમ્પલેક્ષની પાછળ આવેલ માર્ક સીરામીક રો-મટીરીયલ્સ નામની ઓફીસની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં ઇસમે પોતાના માણસો સાથે મળી આ ટ્રક ટ્રેલરમાંથી ઇંગ્લીશ દારૂ અલગ-અલગ વાહનોમાં ભરી અને ઇંગ્લીશ દારૂનું કટીંગ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.સ્ટાફના માણસો તેમજ અધિકારીએ તે જગ્યાએ તાત્કાલીક જઈ રેઇડ કરતા તે જગ્યાએથી કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦ કિંમત રૂ ૨૪,૦૦૦/-, વાઇટ લેક વોડકાની ઓરેન્જ ફ્લેવરની ૧૮૦ એમ.એલ. બોટલો નંગ-૩૨૧૬ કિંમત રૂ.૩,૩૨,૬૦૦/-, ટ્રક ટ્રેઇલર નંબર RJ-36-GB-3434 કિંમત રૂ.૨૫,૦૦,૦૦૦/- તેમજ ઈનોવા કાર રજી.નં. GJ-06-KH-2435 કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સફેદ માટી આશરે ૪૧ ટન કિંમત રૂ.૫૯,૮૦૪/-, બિલ્ટી, ઇનવોઇસ બીલ, આધારકાર્ડ ,પાનકાર્ડ, ચુટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ મળી કુલ કિંમત રૂ.૩૯,૦૫,૪૦૪/- નો મુદામાલ કબજે કરી આરોપી ટાટા ટ્રક ટ્રેઇલર રજી.નં. RJ-36-GB-3434 નો ચાલક, ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદયભાઈ જોરૂભાઈ કરપડા રહે. મોરબી હળવદ રોડ અને ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….

જેમાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, વી.એન.પરમાર પોલીસ ઇન્સપેકટર પેરોલ/ફર્લો સ્કોડ, PSI બી.ડી.ભટ્ટ, એસ.આઇ.પટેલ તેમજ એલ.સી.બી.સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!