મોરબી ક્રાઇમ બ્રાન્ચે મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ૪૩૨ નંગ હોટલો કિંમત રૂ.૨,૯૪,૯૪૮/- તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૨,૯૯,૯૪૮/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીને સૂચના આપી હતી. જે અંતર્ગત પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના HC ભરતભાઇ જિલરીયા, PC આશીફભાઇ ચાણકીયાને ખાનગી રાહે બાતમી મળી કે, એક સફેદ કલરની કેટા કાર રજી.નં. GJ12DA8716 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રવિરાજ ચોકડી બાજુથી નિકળી રાજકોટ તરફ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે ફોર વ્હીલ કારની વોચ ગોઠવી કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપરથી એક આરોપી ફોર વ્હીલ કાર સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી રામારામ મેધારામ નામનાં ચાલકને રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલો ૩૨૪ નંગ કિંમત રૂ. ૨,૨૨,૨૬૪ /-, રોયલ સ્ટગ સુપીરીયલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો ૧૦૮ નંગ ની કિંમત રૂ. ૭૨,૬૮૪/- આમ, કુલ બોટલો ૪૩૨ નંગ કિંમત રૂ.૨,૯૪,૯૪૮/-નો મુદામાલ તેમજ ક્રેટા કાર રજી.નં. GJ12DA8716 કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- અને ૧ મોબાઇલ ફોન કિંમત રૂ.૫,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ. ૧૨,૯૯,૯૪૮/- નો મુદામાલ કબજે કરી ટીંકુભાઇ રહે.ગાંધીધામ અને માલ મંગાવનાર તથા તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
જેમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી,
વી.એન. પરમાર પોલીસ ઇન્સ્પેકટર પેરોલ/ફર્લો સ્કોડ મોરબી, PSI બી.ડી.ભટ્ટ એલ.સી.બી.મોરબી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તેમજ ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.