મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે ત્રાજપર ગામે અવાળા પાસે આવેલ સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કોળીના રહેણાંકમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડા આથાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, ક્રાઇમ બ્રાંચ પોલીસે સ્થળ ઉપરથી ૮૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, દરોડા દરમિયાન આરોપી સંજય ઉર્ફે ચનો હાજર નહિ મળી આવતા, તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.