મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા(મી) તાલુકાના ખીરઈ ગામની સીમમાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી. પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૧૬૦૦ લીટર ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર જાહેર કરી એલસીબી પોલીસે માળીયા(મી) પોલીસ મથકે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, માળીયા(મી) તાલુજબ ખીરઈ ગામની સીમમાં ખારો વિસ્તારમાં વોકળાના કાંઠે બાવળની કાંટમાં આરોપી સમીર સાઉદીનભાઈ જેડા રહે. ખીરઈ ગામ વાળો દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતો હોય જેથી તુરંત એલસીબી પોલીસે ત્યાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન સ્થળ ઉપર બંધ હાલતમાં દેશી દારૂની ભઠ્ઠી જોવામાં આવી હતી, અને ત્યાંથી પોલીસે ૧૬૦૦ લીટર ઠંડો આથો તથા દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી સહિત રૂ.૪૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી એલસીબી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









