Saturday, January 11, 2025
HomeGujaratમોરબી ક્રાઇમ બ્રાંચે વાવડી રોડ ઉપરથી જુગારની મીની ક્લબ ઝડપી લીધી,પાંચ જુગારી...

મોરબી ક્રાઇમ બ્રાંચે વાવડી રોડ ઉપરથી જુગારની મીની ક્લબ ઝડપી લીધી,પાંચ જુગારી ઝબ્બે

મોરબીના વાવડી રોડ શ્રીજી પાર્ક સરદાર ચેમ્બરના બીજા માળે આવેલ રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા રેઇડ કરતા નાલ ઉઘરાવીને ચલાવવામાં આવતી મીની ક્લબમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૩૬,૨૦૦/- કબ્જે કરી તમામ આરોપીઓ સામે એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વાવડી રોડ ઉપર આરડીસી બેંક સામે આવેલ શ્રીજી પાર્ક સરદાર ચેમ્બરમાં બીજા માળે આવેલ સંજયભાઈ નાનજીભાઈ દેત્રોજાના રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા ઉપર દરોડો પાડતા જુગાર રમી રહેલા સંજયભાઇ નાનજીભાઇ દેત્રોજા ઉવ.૩૬ રહે.મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે ઘર નં.૦૧ મુળરહે.રાજપર (કું), હિમાંશુભાઇ વિનોદરાય ઠાકર ઉવ.૩૩ રહે.મોરબી વાવડી રોડ ભગવતીપાર્ક, નિલેશભાઇ વલમજીભાઇ દેત્રોજા ઉવ.૪૦ રહે.મોરબી પંચાસર રોડ ધરતીપાર્ક શેરી નં.૧ મુળ રહે.રાજપર(કું), જયેશભાઇ પ્રભુભાઇ અઘારા ઉવ.૩૮ રહે.મોરબી પંચાસર રોડ ન્યુ ચન્દ્રેશનગર શેરી નં.૩ મુળ બેલા(રં) તથા બીપીનભાઇ કુંવરજીભાઇ ગાંભવા ઉવ.૪૦ રહે.આમરણ ડાયમંડનગરવાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૩૬,૨૦૦/- જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!