મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસે મોરબી તાલુકાના ફડસર ગામે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૮૮૫ તથા બીયર ટીન નંગ-૯૬ મળી કુલ રૂ.૧.૪૪ લાખનો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. જયારે દરોડા દરમિયાન આરોપી પિતા-પુત્ર હાજર મળી નહિ આવતા તેને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા પ્રયત્નશીલ હોય તે દરમિયાન એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા હેડ.કોન્સ.શકિતસિંહ ઝાલા, તથા કોન્સ. સંજયભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, ફડસર ગામે રહેતા ભરતભાઇ બચુભાઇ કુંભારવાડીયા તથા તેનો દીકરો કરણ કુંભારવાડીયા તેઓના રહેણાંક મકાનની પાછળ આવેલ કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે ઇગ્લીશદારૂ-બીયરનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે મુજબની મળેલ બાતમીને આધારે હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા ઈંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી કુલ ૮૮૫ બોટલ કિ.રૂ.૧,૩૫,૩૫૫/-તથા બીયરના ૯૬ નંગ ટીન કિ.રૂ.૯,૬૦૦/- એમ કુલ ૧,૪૪,૯૫૫/-નો મુદામાલ મળી આવતા તે કબ્જે લીધો હતો. બીજીબાજુ દરોડા દરમિયાન આરોપી પિતા-પુત્ર ભરતભાઇ બચુભાઇ કુંભારવાડીયા તથા કરણ ભરતભાઇ કુંભારવાડીયા રહે.બન્ને ફડસર તા.જી.મોરબી હાજર મળી આવેલ ન હોય જેથી તેમની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી બંને આરોપીને ઝડપી લેવા અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.