પોલીસને લાંબા સમયથી હાથતાળી આપતા ગુનેગારોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને મોરબી એલ.સી.બી.એ પકડી પાડી આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશન, આર્મ્સ એકટના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા મોરબી એલ.સી.બી.ના પી.આઇ. ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના કર્મચારીઓની ટીમ બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના કરતા સામાવાળા અજીજ ઉર્ફે જીતુ દિના કઠાત (રહે. માતાકી કા બાડીયા (જાક) તા. મસુદા પો.સ્ટે. પીશાગન, જિ. અજમેર (રાજસ્થાન)) વિદેશીદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને ગત તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે માળીયા-મોરબી હાઇવે રોડ ઉપરની પકડી, ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં કરવામાં આવ્યો હતો.