Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢતી...

મોરબીમાં બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢતી મોરબી ક્રાઇમ બ્રાંચ

ગઈકાલે મોરબીની બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસે તાકીદે તપાસનો ધમધમાટ શરુ કરી સાંજ સુધીમાં એક ઈસમને બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાંથી ધરફોડ ચોરી કરેલ રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧૨,૧૫,૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બ્લુડાર્ક કુરીયર પ્રા.લી. કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા મયુરભાઇ ભીખાભાઇ સોલંકી (રહે.મોરબી રવાપર રોડ)એ મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ખાતે આવી ફરીયાદ નોંધાવતા જણાવેલ કે, મોરબી શનાળા રોડ કે.કે.સ્ટીલની સામે જયદીપ પાઉભાજી વાળી શેરીમાં આવેલ બ્લુડાર્ક કુરીયરની ઓફીસમાં ગઈકાલે તા.૨૯/૦૫/૨૦૨૩ ના રાત્રીના બારેક વાગ્યાથી સવારના નવેક વાગ્યાના સમય દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે કુરીયરની ઓફીસના શટરના તાળા ખોલી ઓફીસમાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂ.૫,૧૦,૦૦૦/- તથા બે સી.સી.ટી.વી.કેમેરા તેમજ ડી.વી.આર. મળી કુલ રૂ.૫,૨૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ છે, જે અંગે પોલીસે ફરિયાદ નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, આ કુરીયરની ઓફીસમાં આસીસ્ટન્ટ તરીકે કામ કરતો ક્રિતેજ રણજીતભાઇ ડવ (રહે, અંકુર સોસાયટી શનાળા રોડ, મેઇન રોડ, મોરબી, મુળ ગામ-સમઢીયાળા તા.બાબરા જી. અમરેલી)એ આ ચોરીને અજામ આપેલ છે. જેથી તેની તપાસ કરતા તે ગ્રે કલરની બ્રેઝા ગાડી સાથે મોરબી નરસંગ ટેકરી પાસેથી મળી આવતા તેને ગાડી સાથે મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી ગુન્હા સંબધી યુકિત/પ્રયુકિતથી પુછપરછ કરતા આ ગુન્હો પોતે આચરેલ હોવાની હકિકત જણાવતો હોય જેથી તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૫,૧૦,૦૦૦/-, રૂ.૭,૦૦,૦૦૦/-ની કિંમતની ગ્રે કલરની બ્રેઝા ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૨,૧૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ઘરફોડ ચોરીનો ગુન્હો ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢી આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!