Friday, September 20, 2024
HomeGujaratમોરબી:અઢી વર્ષ પહેલા થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી:અઢી વર્ષ પહેલા થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ

વાહનચોરને કુલ ચોરીના ત્રણ બાઇક સાથે દબોચી લેવાયો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા વિસ્તારમાંથી કુલ-૩ ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે અઢી વર્ષ પહેલા બનેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ.૬૦,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે પકડાયેલ વાહન ચોર આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકમાં આગળની ધોરણસર કાર્યવાહી માટે સોંપી આપવામાં આવ્યો હતો.

મોરબી ક્રાઇમ બ્રાંચ/પેરોલ ફર્લો સ્કોડના હેડ.કોન્સ ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા તથા પો.કોન્સ દશરથસિંહ પરમાર, બિપિનભાઇ પરમાર, ભગીરથસિંહ ઝાલા સહિત પોલીસ ટીમ તાલુકાના ટીંબળી ગામના પાટીયા પાસે હોય તે દરમિયાન સર્વીસ રોડ ઉપર એક ઇસમ નંબર પ્લેટ વગરના શંકાસ્પદ મોટર સાયકલ સાથે મળી આવેલ હોય જે ઇસમને રોકી તેની પાસે રહેલ હીરો સ્પ્લેન્ડરના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનુ જણાવેલ જેથી ઇ-ગુજકોપમાં એપ્પમાં સર્ચ કરતા આ મોટર સાયકલ રંગપર(બેલા) ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજીના ગેઇટ પાસેથી ચોરી થયેલ હોવાનુ સામે આવતા તુરંત આરોપી અરવીંદભાઇ બટુકભાઇ સિંચણાદા રહે.ટીંબડી આનંદ હોટલ પાછળ મફતીયાપરા મોરબીવાળાની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ વાહન ચોર આરોપીની આગવી ઢબે પૂછતાછમાં અન્ય બીજા બે મોટર સાયકલ કે જે ચોરી કરી મેળવ્યા હોય તે આ આરોપી પાસેથી કબ્જે કરવામાં આવ્યા હતા.

હાલ વાહન ચોર પાસેથી બે નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર તેમજ એક નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્લસ એમ કુલ ત્રણ મોટર સાયકલ કિ.રૂ.૬૦ હજાર કબ્જે લેવામાં આવ્યા હતા. આ સાથે અઢી વર્ષ પહેલાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલવામાં મોરબી ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!