મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે પીપળી રોડ ખાતે આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં તેમજ ગજાનંદ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૮૦મીલી ની કુલ ૫૩૨ નંગ બોટલ ઝડપી લેવામાં આવી છે, આ સાથે એક આરોપીની અટક કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓ દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને બાતમી મળેલ કે પીપળી રોડ ઉપર આવેલ સાનિધ્ય પાર્ક સોસાયટીમાં રહેતા પીરાભાઈ જોધાભાઈ બોહકીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેધી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત સાનિધ્ય પાર્ક સોસાયટી ખાતે દરોડો પાડતા રહેણાંક મકાનમાં અન્ય આરોપી અશોકભાઇ ભાવાભાઇ સોલંકી ઉવ.૨૪ રહે હાલ.પીપળી રોડ મનીશ કાંટાની આગળ રોયલ મેક્ફેબ કારખાનાની ઓરડીમાં મૂળ પાટણ જીલ્લાના મશાલી ગામવાળાના થેલામાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી.ની ૩૬ બોટલ મળી આવી હતી, જેથી ઉપરોક્ત આરોપી અશોકભાઈ સોલંકીની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી, જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે.પીપળી રોડ ગજાનંદ સોસાયટી વાળા પાસેથી લાવીને આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહકીયા રહે. પીપળી રોડ સાનિધ્ય પાર્ક સોસાયટીવાળાને આપવા આવ્યાની કબુલાત આપી હતી, ત્યારે ઉપરોક્ત બંને આરોપીઓ દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટનો ગુનો દાખલ કર્યો છે.
બીજીબાજુ એલસીબી પોલીસે ફરાર આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા રહે ગજાનંદ સોસાયટી વાળાના ઘરની બાજુમાં આવેલ બંધ મકાનમાં પણ રેઇડ કરી હતી જેમાં પોલીસે બંધ મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી ની ૪૯૬ બોટલનો જથ્થો પકડી લેવામાં આવ્યો હતો, ત્યારે દરોડા દરમિયાન આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા તેના વિરુદ્ધ બીજા પ્રોહી. કેસમાં પણ ફરાર દર્શાવી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુમાં એલસીબી પોલીસ ટીમના બે અલગ અલગ દરોડામાં એક આરોપી ની અટક કરાઈ છે જ્યારે બે આરોપીઓ દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને પકડી લેવા તપાસની તજવીજ હાથ ધરી છે.