રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચે હળવદ ઢવાણા પાટીયા નેશનલ હાઇવે રોડ પરથી ટ્રકમાં દુધના ફીલ્ટર મશીનની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂ સહીત અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૪૪,૯૬,૩૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબી ને ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ-ધ્રાંગધ્રા તરફથી RJ-19-GC-0919 નંબરનો ટાટા ટ્રક હળવદ-માળીયા મિ. તરફ આવનાર છે. જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકતના આધારે હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા ટ્રક ઝડપાયું હતું. અને તેમાંથી પોલીસે રૂ.૨૨,૨૭,૫૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કીની ૫૯૪૦ બોટલ, ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની રૂ.૬,૪૮,૦૦૦/-ની કિંમતની ૧૦૮૦ બોટલો તથા રૂ.૬,૧૧,૫૨૦/-ની કિંમતની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૧૧૭૬ બોટલો ઝડપી પાડી હતી, જેની સાથે પોલીસે એક રૂ. ૫,૦૦૦/-નો મોબાઈલ, રૂ.૧૦,૦૦,૦૦૦/-નો ટાટા ટ્રક તથા રોકડા રૂપીયા-૧૩૪૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૪૪,૯૩,૩૬૦/-નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી રાજસ્થાનના સીવકર (રામપુરા)ના રહેવાસી કૈલાશભાઇ મદનસીંગ નેહરા નામના યુવકની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા જણાવેલ કે આ માલ રાજસ્થાનના બાડમેરમાં આવેલ સરલી ગામે રહેતા પ્રકાશભાઇ જાખડ દ્વારા મોકલાવવામાં આવેલ છે. જેને લઇ પોલીસે પ્રકાશભાઇ જાખડની શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરીમાં મોરબી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.જે. ચૌહાણ તથા એન.બી.કલસરિયા સહીત એલ.સી.બી. પીએસઆઈ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તેમજ પેરોલ ફર્લો સ્કવોડ , એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા, ભરતસિંહ ડાભી સહિતના જોડાયા હતા.