રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે મોરબી સિટી વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસના ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક)ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. ત્યારે ગત તા. ૦૮/૦૯/૨૦૨૧ નારોજ મોરબીના ભક્તિનગર બાયપાસ નજીક આવેલ નવા સીટી મોલ પાસે જૂની અદાવતમાં પીસ્તોલ સહિતના હથિયારો વડે અંધાધૂંધ ફાયરિંગ કરી નામચીન મમુ દાઢીની હત્યા નિપજાવવામાં આવી હતી. જે ગુનામાં તપાસ દરમ્યાન સંગઠીત ગુના આચરતી ટોળકી તળેનો ગુનો બનેલ હોય જેથી આ કામે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસિટોક) એકટનો ગુનો ઉમેરો કરવામાં આવેલ હતો. આ કામે કુલ ૧૮ આરોપીઓની સંડોવણી ફલીત થયેલ હોય જેમાં તપાસ દરમ્યાન કુલ ૧૪ આરોપીઓને અટક કરવામાં આવેલ છે. જેઓ વિરૂધ્ધ સ્પેશિયલ કોર્ટ રાજકોટ ખાતે ચાર્જશીટ કરવામાં આવેલ છે. જેમાં ચાર આરોપીઓ નાસતા ફરતા હોય જેઓને પકડાવા માટે મંદાર કોર્ટ તરફથી સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબના વોરંટ મેળવેલ જે ચારેય આરોપીઓને પકડવા મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવવામાં આવેલ હતી. જેમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા. દરમ્યાન ASI સંજયભાઇ પટેલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે હકિકત મળેલ કે, મોરબીના વજેપર મેઇનરોડ, દરગાહ પાસે રહેતો હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર/ફકીર નામનો આરોપી હાલ લીલાપર ચોકડી ખાતે ઉભેલ હોય જેથી મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના માણસો આરોપીને હસ્તગત કરવા લીલાપર ચોકડી ખાતે તપાસ કરતા આરોપી મળી આવેલ હતો. જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, છેલ્લા નવેક માસથી ખુન તથા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.