મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મોરબી-૨ વિસ્તારના પીપળી રોડ રોયલ પાર્ક પાસેથી પૂર્વ બાતમીને આધારે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ ૨૧૨ સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં અન્ય બે આરોપીઓના નામ ખુલતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટનો ગુનો નોંધી ફરાર આરોપીઓને શોધવા તપાસ ચલાવી છે.
મોરબી-રાજકોટ રેન્જ આઇજી દ્વારા લોકસભા ચુંટણી અનુસંધાને સ્પે. પ્રોહીબીશન ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અંગે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દુર કરવા આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડી પોલીસ કેસ શોધવાની સુચના આપેલ હોય જે અન્વયે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પ્રયત્નશીલ હોય ત્યારે બી ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન મોરબીના પીપળી રોડ રોયલ પાર્ક નજીકથી આરોપી વિપુલભાઇ લીંબાભાઇ કટેશીયા ઉવ.૩૫ રહે. શાંતિનગર સોસાયટી ગામ પીપળી મુળરહે. રાજકોટ જીલ્લાના ગુંદાળા ગામને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૧૨ નંગ બોટલ કિ.રૂ.૪૦,૭૨૫/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સાથે પકડાયેલ આરોપીની સઘન પૂછપરછમાં વિદેશી દારૂના કાળા કારોબારમાં અન્ય બીજા બે આરોપી પ્રવીણભાઇ સીવાભાઇ જોગરાજીયા હાલરહે-શાંતીનગર સોસાયટી પીપળી મૂળગામ-ગુંદાણા તા.વીંછીયા જી.રાજકોટ તથા વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા હાલરહે- શાંતીનગર સોસાયટી પીપળી મૂળગામ-મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટના નામ ખુલતા તેઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.