મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કાર, અપહરણ તેમજ પોકસો એકટ હેઠળનો ગુનો નોંધાતા આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પોતાના ગામ ભિમાસર ખાતેથી ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં મહીલા તથા બાળકો ઉપર બનતા અત્યાચારના ગુના બાબતે ગંભીરતા લઇ તુરત કાર્યવાહી કરવા સુચના મળતાં તા. ૧૫/૦૨/૨૦૨૪ ના કલાક ૦૮:૧૫ વાગ્યે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કાર, અપહરણ તેમજ પોકસો એકટ હેઠળનો ગુનો નોંધાતા આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સેલ તેમજ હ્યુમન સોર્સિઝની મદદથી આરોપી પ્રકાશ મહાદેવભાઈ પઠાણ ઉંમર વર્ષ ૩૦ વાળાને પોતાના ગામ કચ્છના અંજારના ભિમાસર ગામ ખાતેથી ગણતરીની કલાકોમાં પકડી પાડયો છે.