Friday, January 10, 2025
HomeGujaratમોરબી સીટી બી ડીવીઝન પોલીસે સ્કોર્પિયો કારમાંથી ઇગ્લિશ દારુ બિયરના જથ્થા સાથે...

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સ્કોર્પિયો કારમાંથી ઇગ્લિશ દારુ બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા:૨૦.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઇગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં પોલીસે અલગ અલગ ઇગ્લિશ દારૂનો અને બિયરનો કુલ ૪,૯૧,૬૬૦/- જથ્થો તેમજ કુલ ૨૧,૧૧,૬૬૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સૂચના આપતા પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના HC જગ દીશભાઇ જે ડાંગર, HC રાજેશભાઇ એન. ડાંગર, HC ભરતભાઈ એ. ખાંભરાની સંયુકત ખાનગી બાતમીના આધારે સફેદ કલરની સ્કોરપીઓ કારમાં વિદેશીદારૂનો જથ્થો ભરી ઘૂંટુ ગામ બાજુથી મહેન્દ્રનગર આઇટીઆઇ પાસે મહેન્દ્રનગર ગામ તરફ આવે છે તેવી ચોકકસ બાતમીના આધારે મહેન્દ્રનગર આઈ.ટી.આઈ પાસે વોચ ગોઠવી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પીયો કાર આવતા તેને રોકી તેમાંથી તપાસ કરતા તેમા ગેરકાયદેસર પરમીટ કે આધાર વગર ભરતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૫૪૪ કિંમત રૂ. ૪,૬૫,૨૬૦/- જેમાં રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ ૧૨ બોટલ નંગ કિંમત રૂ. ૨૨,૩૮૦/-, મેજીક મુર્મેટ ઓરેન્ઝ સુપીરીયર વોડકની બોટલ નંગ-૧૨ કિંમત રૂ. ૮,૦૪૦/-, જુસ્ટરીની એંડ બુક્સ (જે એંડ બી) બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૧૨ નંગ બોટલ કિંમત રૂ. ૨૨,૩૮૦/-, સીગ્નેચર રેર એઝડ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની ૮૪ બોટલ કિંમત રૂ. ૬૮,૮૮૦/-, બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની ૨૭૧ બોટલ કિંમત રૂ. ૨,૩૦,૩૫૦/- એટીક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટિનમ વ્હિસ્કી ૨૪ નંગ બોટલ કિંમત રૂ. ૨૦,૪૦૦/-, ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કી ૩૪બોટલ નંગ કિંમત રૂ. ૨૩,૬૩૦/-, રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કી ૩૫ બોટલ નંગ કિંમત રૂ. ૧૮,૨૦૦/-, બ્લેન્ડર પ્રાઇડ રીઝર્વ કલેક્શન વ્હીસ્કી ૬૦ નંગ બોટલ કિંમત રૂ. ૫૧,૦૦૦/- તેમજ બીયરના ટીન નંગ- ૨૬૪ કિંમત રૂ.૨૬,૪૦૦/- જેમાં કાર્લ્સબર્ગ એલીફંટ બીયર ૫૦૦ મીલીના ૧૨૦ બિયર ટીન કિંમત રૂ. ૧૨,૦૦૦ /- અને કીંગફીસર સુપર સ્ટ્રોન્ગ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલીના ૧૪૪ ટીન કિંમત રૂ. ૧૪,૪૦૦ કુલ કિ.રૂ.૪,૯૧,૬૬૦/- નો વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ફોરવ્હીલ ગાડીની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/-તથા બન્ને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૨ કિંમત રૂ. ૨૦,૦૦૦/- ગણી કુલ ૨૦,૧૧,૬૬૦/- નો કુલ મુદામાલ સાથે કાર ચાલક ગોપીકિશન બાબુલાલ ચૌહાણ અને ડ્રાઇવરની બાજુની સીટમાં બેસેલ ઇસમ રાજરામ ભાખારામ પુનીયાને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.

જે વિદેશી દારૂમાં જથ્થાને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એ.ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર, રાજેશભાઈ ડાંગર, ભરતભાઇ ખાંભરા, ચંદ્રસિંહ પઢીયાર, ધર્મેન્દ્રભાઇ સંકજા, વિજયભાઇ ચાવડા, રઘુવીરસિંહ પરમાર (ના.પો.અધિ કચેરી મોરબી વિભાગ) પોલીસ કોન્સટેબલ પ્રદિપસિંહ ઝાલા, બીજેશભાઇ બોરીયા, શક્તિસિંહ જાડેજા, અજયસિંહ રાણા, દેવાયતભાઇ રાઠોડ, સંજયભાઇ લકુમ, યોગેશદાન ગઢવી, રમેશભાઇ રાઠોડ, દશરથસિંહ મસાણી, સુખદેવભાઇ ગઢવી તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!