મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડીવીજન પોલીસની ટીમે મોરબીમાથી આશરે રૂ.૨,૮૯,૦૦૦/- ની કિમતના ૧૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા હતા.
મળતી માહતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમને સુચના મળતા તે અનુસંધાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ બહાદુરસિંહ તથા ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, કિર્તિસિંહ બહાદુરસિંહએ ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ૧૭ જેટલા આશરે રૂ.૨,૮૯,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડિવિઝન પોલીસે સાર્થક કરી બતાવ્યું છે.