મોરબી સીટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટિમેં સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે ડમી મોટર સાયકલ મૂકી આજુબાજુમાં છુપાઈ જઈ મોટર સાયકલ પર વોચ રાખી બે ઈસમો મોટર સાયકલ ચોરી કરવાના ઇરાદે આવી ચોરી કરી નાશવાનો પ્રયન્ત કરતા પોલીસની ટીમે તેને પકડી તેમની પાસે રહેલ મોટર સાયકલ પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનમાં સર્ચ કરી જોતા તે મોટર સાયકલ પણ ચોરી કર્યા હોવાનું ખુલતા બંને ઈસમોની પુછપરછ કરતા અલગ અલગ જગ્યાએથી પાંચ મોટર સાયકલ ચોરી કર્યાનું કબુલતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે સીટી પોઇન્ટ કોમ્પલેક્ષ પાસે ડમી મોટર સાયકલ મૂકી આજુબાજુમાં છુપાઈ જઈ મોટર સાયકલ પર વોચ રાખતા બે ઈસમો ડમી મોટર સાયકલ લઇ ભાગવાનો પ્રયન્ત કરતા હાજર સર્વેલન્સની પોલીસ ટીમે પકડી પાડી તેમની પાસે રહેલ મોટર સાયકલ પોકેટ કોપ મોબાઈલ એપ્લિકેશનમાં સર્ચ કરી જોતા તે મોટર સાયકલ પણ ચોરી કર્યા હોવાનું ખુલતા બંને ઈસમો વિમલભાઈ દિલીપભાઈ સુરાણી અને યશભાઈ ભગવાનજીભાઈ ચાડમીંયાની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. તેમજ આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેઓએ મોરબીમાંથી અલગ અલગ જગ્યાએથી પાંચ જેટલા મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબ્જે કરી હતી. જેથી પોલીસે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.