મોરબી યુવા ભાજપના આગેવાન જીગ્નેશ કૈલાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ઠગાઈનું કાવતરું ઘડ્યું હોવાની રાવ મોરબી એસઓજી ટીમને કરી છે આગાઉ પણ મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાન ના કરાંચીથી હેક થયું હતું ત્યારે સાઇબર ક્રાઇમના બનાવો સામે લોકોએ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.
મોરબી જીલ્લામાં પ્રતિષ્ઠિત લોકોના નામના ડમી એકાઉન્ટ બનાવી તેમાં ફોટા અને પોસ્ટ મૂકી તેના જ વિસ્તારમાં એટલે કે મોરબીમાં જ રોકડ રકમની માંગણી કરી છેતરપીંડી કરવાની ઘટના ભૂતકાળમાં બની ચુકી છે ત્યારે આજે ફરી આવારા તત્વોએ કમાણી કરવા શોર્ટ કટ અપનાવી સોશ્યલ મીડીયામાં મોરબી જીલ્લા યુવા ભાજપના જીગ્નેશ કૈલાના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી અને ભાજપના ગ્રહ મંત્રી અમિત શાહ સાથેના પ્રોફાઈલ પિક્ચર રાખી તેમજ ભાજપના મોટા ગજાના નેતાઓ સાથે ના ફોટા અપલોડ કરી મોરબીનું જ લોકેશન બતાવી મોરબીમાં જીગ્નેશ કૈલાના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓને મેસેન્જરમાં મેસેજ કર્યા હતા અને તાત્કાલિક રોકડા રૂપિયાની જરૂર છે તેવી માંગ કરી ગૂગલ પે કરવા જણાવ્યું હતું જો એ નજીકના મિત્રોએ જીગ્નેશ કૈલાનો સંપર્ક કરી પૂછપરછ કરતા તેઓ આ વાતથી સાવ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે બાદમાં જીગ્નેશ કૈલાને આ આવારા તત્વો દ્વારા તેના નામનો ઉપયોગ કરી સોશ્યલ મિડિયાનો દુરુપયોગ કરી છેતરપીંડી આચરવાનું ષડયંત્ર હોવાનો અહેસાસ થતા જીગ્નેશ કૈલાએ મોરબી એસઓજી ટીમનો સંપર્ક સાધ્યો હતો અને આ આવારા તત્વોના મૂળ સુધી પહોંચવા લેખિત ફરિયાદ અરજી કરવા કવાયત હાથ ધરી છે
જો કે મોરબીમાં થોડા મહિના પૂર્વે પણ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા નું ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાનના વ્યક્તીએ બનાવી હેક કર્યું હતું ત્યારે ફરી જ આવો બનાવ બનતા લોકોએ સોશ્યલ મીડિયાથી ચેતી જવાની તાતી જરૂર છે અને પોલીસને પણ સોશ્યલ મીડિયાથી થતા ગુના અટકાવવા સાથ આપવો જરૂરી છે.