છેલ્લા ઘણા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્વારા વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ પડાવી ફ્રોડ આચરવામાં આવતું હતું. ત્યારે આજ રોજ મોરબી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આ ગેંગના વધુ એક સભ્યને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા લાંબા સમયથી ન્યુ દિલ્હી ખાતે ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી.કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. નામની બે કંપનીઓ દ્વારા અલગ અલગ વેપાર ધંધા કરતા વેપારીઓને તેઓનો ધંધો વધારવા અને વિદેશમાં તેઓનો માલ એક્ષ્પોર્ટ કરવાની લોભાણી અને લલચાણી સ્કીમો ઓન લાઇન વેબ સાઇડ ઉપર મુકી વેપારીઓ સાથે મોટી રકમનું આર્થીક ફોર્ડ આચરી સાયબર ક્રાઇમ સંગઠીત ગુના ટોળી બનાવી સાઇબર ક્રાઇમ આચરતા હતા. જેઓ દ્વારા મોરબીના કોકોપીટ નામની વસ્તુનું પ્રોકટશન કરતા કરતા વેપારીને પોતાનો વેપાર વિદેશમાં કરવો હોય જેથી તેઓ ગુગલસર્ચ ઉપર તપાસ કરતા આ કંપનીનો સંપર્ક કર્યો હતો. જેથી ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા.લી. કંપની તથા જી.બી.એફ.એસ.વીંગ્સ પ્રા.લી. કંપનીએ આ વેપારીને ઓનલાઇન માહિતી આપી તેઓની પ્રોડકટનું હોગંકોગની ACES TRADING નામની કંપનીમાં ડીલીંગ કરાવી આપવાના બહાના આપી અલગ અલગ સ્કીમો તથા તેના ચાર્જ વેપારી દેવેન્દ્રભાઈ નરસિંહભાઇ દેત્રોજાને વોટસઅપ, ટેલીફોનનીક વાતચીત તથા ઇ-મેઇલ સંદેશા વ્યવહાર મારફતે મોકલતા હતા અને તેમની એવીયર ઇમ્પેક્ષ નામની કંપનીનું કોકોપીટનું પ્રોડકટ વિદેશમાં એક્ષ્પોર્ટ કરવાના બહાને ફરીયાદી પાસેથી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ સુધીમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/- ની રકમનું ટ્રાન્ઝેકશન કરાવી ફરીયાદીને હોંગકોગમાં કોઇ જ વેપાર ધંધો કે માલ એક્ષ્પોર્ટ ન કરાવી આપતા ફરીયાદીએ આ ત્રણેય કંપની વિરૂધ્ધ રૂ. ૧,૭૨,૮૮,૪૦૦/- જેટલા નાણા પડાવી લેવા અંગે સાયબર ક્રાઇમ ફ્રોડ આચેરલની ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
દેવેન્દ્રભાઈ નરસિંહભાઇ દેત્રોજાની ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તાત્કાલીક આરોપીઓની ટેકનીકલી માહીતી એકત્રીત કરી એક ટીમને દિલ્હી ખાતે તપાસ કરવા મોકલી હતી. જ્યાં તાપસ કરતા ગુનો આચરનાર મુખ્ય આરોપીએ ફ્રોડથી મેળવેલ નાણા પોતાના પિતાના બેંક એકાઉન્ટમા ટ્રાન્સફર કરેલ હોય જે નાણા ફ્રોડના હોવાનુ અટક કરી આરોપી જાણતો હોવા છતા તે નાણા પોતાના અંગત ફાયદામા વાપર્યા હતા જે જયકીશન ભાનારામ સિંગલા નામના આરોપીને દિલ્હી ખાતેથી હ્યુમનસોર્સ મારફતે હકીકત મેળવી પકડી પાડવામા મોરબી સાયબર ક્રાઇમ ટીમને સફળતા મળી છે. જે ઇસમને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી કોર્ટમાં રજુ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપીના બે દિવસનાં રિમાન્ડ મંજુર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









