મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શેરબજારમાં ઓનલાઇન રોકાણના નામે છેતરપિંડી કરનાર આરોપીઓને પકડી પાડયા છે. શેરબજારમાં રોકાણ કરી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર સાયબર ક્રાઇમનો ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડયા છે.
મળતી માહિતી અનુસાર, ફેસબુક પર શેરબજાર ટ્રેડીંગને લગતા આવતા વીડીયોમાં આપેલ લીંક દ્વારા 307 Intuitional Management Team નામના વોટ્સએપ ગૃપમાં ફરિયાદી જયદીપભાઇ આદ્રોજા જોડાયેલ અને આ ગૃપ દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ટીપ્સ મોકલેલ હોય ફરીયાદી શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી આ વોટ્સઅપ ગૃપમાં શેરબજારમાં રોકાણ કરવા માટે એપ્લીકેશનની લીંક દ્વારા poems-apps.top/#/my નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કરાવવાની લોભામણી લાલચ આપી શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા માટે અલગ અલગ બેંકોના કુલ ૧૧ એકાઉન્ટોમાં અલગ અલગ ટ્રાન્જેકશનો મળી કુલ રૂ.૧,૭૬,૪૨,૫૮૦/- નુ આર.ટી.જી.એસ.થી ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યા હતા. જેbફરીયાદીએ પોતે કરેલ રોકાણના રૂપીયા એપ્લીકેશનમાંથી વિથડ્રોઅલ કરવાનુ કહેતા એપ્લીકેશનથી વિથડ્રોઅલ કરવા આપ્યાં નહિ અને આરોપીઓએ રૂપીયા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી / વિશ્વાસઘાત કરતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો તા. તા.૨૧/૦૭/૨૦૨૪ના રોજ દાખલ કરતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુન્હામાં વપરાયેલ બેંક એકાઉન્ટોની તેમજ ટેકનીકલ બાબતોની ઉંડાણપુર્વક અભ્યાસ કરી તપાસ કરતા ગુન્હામા સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરતા આરોપી ભગવતી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રાઠોડ પ્રકાશ દેવેન્દ્રસિંહ તેમજ ચીરાગભાઇ નવીનભાઇ શાહ અમદાવાદ વાળા એમ બંન્ને મળી આ ભગવતી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના એકાઉન્ટમાં ખેત પેદાશ ઘઉં તેમજ બાજરીના ખરીદ તથા વેચાણના ખોટા બીલો બનાવી જી.એસ.ટી. ફાઇલ કરી સાયબર ક્રાઇમના નાણાકીય ફોડના સામાન્ય નાગરીકોના પૈસા નખાવી ચેકથી કેસ વિથડ્રોઅલ કરતા હોવાનુ સામે આવતા આરોપીને પકડી આરોપીઓ પાસેથી રોકડા રૂા.૭,૮૦,૦૦૦/- મુદામાલ રીકવર કર્યા છે. તેમજ આરોપી જયપ્રકાશ ઉર્ફે જોની દોલતરામ પમનાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.