મોરબી સાયબર ક્રાઈમ પોલીસે શેર બજારમાં ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી રૂ. ૪,૪૭,૧૫૦ ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા આરોપીઓને પકડી પાડયા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સાયબર પોલીસે શેર બજારના નામે ઓનલાઇન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લાલચ આપી ૪,૪૭,૧૫૦/- છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડયા છે. જેમાં ફરિયાદી કિશનભાઇ કાવર નામનાં અરજદારને એક વોટ્સઅપ નંબરથી https://app.fopgos.com લીંક મોકલી વોટસએપ મેસેજમાં શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલી અરજદારને શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ફરીયાદીએ ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નુ ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યું હતું. ત્યાર બાદ ફરીયાદી પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવતા આરોપીઓએ પૈસા પાછા ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, મોરબી ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો કરતા આરોપી જગાભાઇ વહાભાઇ ભરવાડ,હરીશ ગોબરભાઇ વહાભાઇ ભરવાડ તથા ગણેશ ગગન થાપા વડોદરાના ફતેગંજ વાળાને પકડી વધુ તપાસ હાથ ધરી હતી.