Wednesday, September 30, 2026
HomeGujaratમોરબી સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા: 'તેરા તુજકો અર્પણ' પ્રોજેક્ટ હેઠળ સ્ટોક...

મોરબી સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા: ‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ હેઠળ સ્ટોક માર્કેટ ફ્રોડમાં ગયેલ પૈકી ૬૧ લાખ રોકડા ફરિયાદીને પરત અપાવ્યા

સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક અને મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટો સાયબર ફ્રોડનો કેસ ઉકેલીને સફળ કામગીરી કરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં સાયબર ફ્રોડ આચરનારા ગઠિયાઓએ ફરિયાદીના પુત્રને સ્ટોક માર્કેટમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી નફો પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ કાવતરું રચીને કુલ ₹૮૬,૨૫,૯૫૦/- ની મોટી રકમની ઠગાઈ આચરી હતી.

આ મામલે ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ (૩) આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ₹૬૧,૦૦,૦૦૦/- ની રકમ રિકવર કરી હતી. રિકવર કરાયેલી આ રકમ નામદાર કોર્ટના હુકમ મુજબ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત ફરિયાદીને પરત સોંપવામાં આવી છે.

સાયબર ક્રાઇમ પોલીસનો પ્રજા જોગ સંદેશ:

શેરબજારમાં ઝડપી અને વધુ નફો રળી આપવાના બહાને આવતી અજાણી લિંક્સ, ફેક એપ્લિકેશન્સ કે ફોન કોલ્સ પર ક્યારેય વિશ્વાસ ન કરવો. સાયબર ઠગો નકલી વેબસાઇટ અને ફેક ડીમેટ એકાઉન્ટ બનાવી તમારી અંગત માહિતી તેમજ કમાણી હડપ કરી શકે છે, તેથી સાવચેત રહેવું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!