Friday, July 4, 2025
HomeGujaratમોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહનું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહનું આયોજન

મોરબી જિલ્લા તેમજ તાલુકા માટે દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજવામા આવશે.જેમાં કે જી થી કોલેજ માસ્ટર ડિગ્રી સુધીના વિધાર્થીને શિલ્ડ તેમજ અન્ય બાળકોને પ્રોત્સાહન રૂપી ઇનામ આપી સન્માન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કે જી થી કોલેજ માસ્ટર ડિગ્રી સુધીના વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં પાસ થયેલા વિધાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૧ થી 3 નંબર આવેલ વિધાર્થીઓને શિલ્ડ તેમજ અન્ય વિધાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. જે વિધાર્થી સન્માન સમારોહમાં મોરબી શહેર અને મોરબી જીલ્લાના તાલુકામાં વસતા દશનામ ગોસ્વામી સમાજના બાળકો ભાગ લઈ શકશે. દરેક વિધાર્થીઓએ તા. ૫-૭-૨૦૨૫ સુધીમાં પોતાની માર્કશીટની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી મંડળના પ્રમુખ, સભ્યો તેમજ હોદેદારો સુધી અથવા મોરબી ૨ ના મહેન્દ્ર નગર મિલન પાર્ક શિવમ પ્લાઝા શિવ ડિજિટલ કાર્યાલય પ્રમુખ તેજશગિરિ મોબાઇલ નં. ૯૮૭૯૫ ૯૦૧૪૬, મોરબીના શનાળા રોડ સરદારબાગ પાસે ગોસ્વામી ન્યૂઝ એજન્સી ખાતે, મોમાઈ ડેરી એન્ડ બેકરી મીરા પાર્ક વાવડી રોડ મોરબી, ગુરૂકૃપા સિલેકશન તખ્તસિંહજી રોડ મોરબી ખાતે પહોંચાડવા જણાવ્યું છે. જે સમારોહ માટે બળવંતગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!