મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજનાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેજી થી કોલેજ સુધીના દરેકમાં વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માં પાસ થયેલા વિધાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિધાર્થીઓને શિલ્ડ તેમજ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે.
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નટુપરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેર અને મોરબી તાલુકામાં વસતા ગોસ્વામી જ્ઞાતીના ધો. KG થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.09/11/2025 ના રોજ સાંજે 4 થી 8 કલાકે ગોસ્વામી વાડી મોરબી મુકામે રાખવામાં આવ્યો છે. જેમાં ભાગ લેવા માટે તા. 26/10/2025 સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ કારોબારી સભ્યને તથા નટુપરી : 9374561330, હંસગીરી : 9099567001, ભૈરવગીરી : 9879471747, મહીપતપુરી : 9979655510, હિરેનપુરી : 8980200222, દિલીપગીરી : 9638395854 તથા ગોસ્વામી ન્યૂઝ એજન્સી & બુક સ્ટોલ : સત્યમ પાન સામે. સરદાર બાગ બાજુમા શનાળા રોડ મોરબીને પહોંચાડવાની રહેશે. તેમજ માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત લખવા જણાવવામાં આવ્યું છે.