કચ્છથી મોરબી થઈને જામનગર કતલખાને આઇસર મારફત લઈ જવાતા પાડાઓને બચાવવા મોરબીના ગૌસેવકોએ પોતાનું જીવ જોખમે મૂક્યું હતું. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ હિન્દુ, યુવા વાહીની તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દ્વારા રાજપર ચોકડી પાસેથી એક આઇસર ગાડીનો ફ્લ્મિ ઢબે પીછો કર્યો હતો. જે દરમિયાન આઇસરના ચાલકે તેમના પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ગૌ રક્ષકોએ જીવના જોખમે ગાડીનો પીછો કરી 70 પાડાઓને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, આઇસર ચાલક ગાડી મૂકી ફરાર થઇ જતા તેના વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનિસાર, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેરો પ્રમુખ કમલેશભાઈ બોરીચા તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષા મોરબી રાજકોટ ગૌરક્ષકને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી મોરબી થઈને જામનગર એક આઇસર ગાડીમાં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે કચ્છમાંથી ભરીને માળીયા થઈને જામનગર લઈ જવામાં આવી રહ્યા છે. જે માહિતી મળતા જ મોરબી ગૌરક્ષક અને રાજકોટ ગૌરક્ષક વોચમાં બેઠા હતા. ત્યારે મોરબી બાયપાસ બાજુથી GJ-02-AT-8200 નંબરની આઇસર ગાડી આવતા તેને રાજપર ચોકડીએ પોલીસ ચેકપોસ્ટ પાસે રોકાવવાનો પ્રયાસ કરતા ચાલાક ફુલ ઝડપે ટંકારા બાજુ પોતાનું વાહન ભગાડતાં તેનો પીછો કરતા ગૌરક્ષક ઉપર ચાલુ ડ્રાઇવએ માથે ગાડી નાખીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે ગાડી ટંકારા ગામમાં છાપરીથી અંદર એક ખંડર જીનમાં મૂકીને આરોપી ભાગી છૂટ્યો હતો. ત્યારે બનાવની એસ.પી.ને જાણ થતા મોરબી અને રાજકોટ ગૌરક્ષક પોલીસ પ્રશાસનના સંયોગથી ગાડીને કબજે કરીને તેમાં રહેલ ભેસ વર્ગના 70 પાડાને મોરબી અને ટંકારા પોલીસના સહયોગથી બચાવી લેવામાં આવ્યા છે. જે જીવોને રાજકોટ પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા છે.