Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સ્નેહમિલનનો ભવ્ય જાજરમાન કાર્યક્રમ...

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સ્નેહમિલનનો ભવ્ય જાજરમાન કાર્યક્રમ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે સૌ પ્રથમવાર સમાજનો પારિવારીક સ્નેહમિલન નો ભવ્યને જાજરમાનમાં કાર્યક્રમ સૌથી મોટો શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિ ની વાડી ખાતે યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ માં ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ધો ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ ને બહેનોને બાળકોને શિલ્ડ અને શિક્ષણ ઉપયોગી વસ્તુઓની ભેટ અર્પણ કરાઈ હતી આ જાજરમાન કાર્યક્રમને ઉપસ્થિત મહેમાન મહાનુભાવો એ બિરદાવી મોરબી દશનામ યુવક મંડળને અભિનંદન પાઠવ્યા હતા ભગવા ગ્રુપે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું આ સમારોહમાં ઉપસ્થિત સોમગીરી પ્રભાતગીરી રાજકોટ (નિવૃત્ત પીએસઆઇ રાજકોટ) તેમજ ચેતનગીરી (વાંકાનેર) ડોક્ટર મનીશગીરી કાંતિગીરી રાજકોટ,કરણપુરી લક્ષ્મણપુરી ભાણવડ, હસુબાપુ (ભગવા ગ્રુપ રાજકોટ) પૂજ્ય સંત શ્રી બાપુ બુદ્ધગીરી બાપુ, પાનાપતી મહંત શ્રી પંચ દશનામ જુના અખાડા જુનાગઢ,શ્રી ભાવેશ્વરીબેન મહંત રામધન આશ્રમ મોરબી,સહિત મોરબી વાંકાનેર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી સંતો મહંતો ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ને આ કાર્યક્રમને બિરદાવ્યો હતો ને સન્માનિત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસ્થિત વાલીઓને બાળકોને વધુને વધુ શિક્ષણ અપાવી ગોસ્વામી સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ મેળવી ડોક્ટર એન્જિનિયર કલેકટર સહિતના ઉચ્ચ પદ પર બિરાજીત થાય ને તમારા પરિવારનું તેમજ સમાજનું નામ રોશન કરે તેમજ ગોસ્વામી સમાજ વધુ ને વધુ સંગઠીત બનાવો ને સાથે સાથે સમાજ ના સંગઠનો ને મજબૂત બનાવવા જણાવ્યું હતું.

બાળકોને યુવાનો મોબાઇલ નો ઉપયોગ શિક્ષણમાં કરે જરૂર વગરની મોબાઇલની ટેવ બાળકોમાં ન પાડો ખોટા વ્યસન છોડવા પર ભાર મૂક્યો હતો તેમજ ઉપસ્થિત મહેમાનો એ વધુ માં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેમની સિદ્ધિ બદલ શિલ્ડ ને સંભારણારૂપ સાચવજો જે ઘરમાં બીજા બાળકોને ભણવા માટે પ્રેરણા સ્ત્રોત બનશે આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી, મંત્રી નિતેશગીરી સંજયગીરી, તેમજ દેવેન્દ્રગીરી, અક્ષયગીરી, એડવોકેટ હાર્દિકગીરી દિલીપગીરી, પૂર્વ પ્રમુખ અમિતગીરી સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!