મોરબીના દવે પંચોલી ઔદીચ્ય વિદ્યાર્થી ભુવન દ્વારા હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે કુલ રૂ.૧.૫૦ લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્થાના કાર્યાલય ખાતે યોજાયો હતો.
મોરબીના શનાળા રોડ સ્થિત શ્રી મોરબી દવે પંચોલી ઔદીચ્ય વિદ્યાર્થી ભુવન દ્વારા તા. ૦૮ માર્ચ ૨૦૨૬ના રોજ હોશિયાર તેમજ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૫ વિદ્યાર્થીઓને કુલ રૂ.૧,૫૦,૦૦૦/-ની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રોત્સાહનરૂપ બનશે.
કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કાંતિભાઈ ઠાકર, ઉપપ્રમુખ મહેશભાઈ બી. ભટ્ટ, મહામંત્રી જગદીશભાઈ રાવલ તેમજ આ સંસ્થાના ટ્રસ્ટીગણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને તેઓએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.









