મળતી માહિતી અનુસાર મૂળ દાહોદ જીલ્લાના ઠાકોર ફળીયુંગુણા ગામના હાલ મોરબી ધર્મવિજય સોસાયટી નવી બનતી બિલ્ડિંગમાં રહેતા વિક્રમભાઇ પુનાભાઇ બારીઆ ઉવ.૨૯ ગઈકાલ તા. ૧૩/૦૯ના રોજ ધર્મવિજય સોસાયટીમા નવી બનતી બિલ્ડીગના પાચમા માળે સેંટીગ ખોલવાનું કામ કરી રહ્યા હોય તે દરમિયાન અકસ્માતે પાંચમા માળેથી નીચે પટકાતા વિક્રમભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવારમાં વિક્રમભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ પોલીસે મૃત્યુ અંગેની પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









