મોરબીના નવી પીપળી ગામે ધર્મગંગા સોસાયટીમાં રહેતા અભયભાઈ બાલાશંકર દવે ઉવ.૪૮ પોતાનો ધંધો વેપાર બરાબર ચાલતો ન હોય જેથી આર્થિકસંકડામણથી કંટાળી જઈ ગઈ તા.૧૩/૦૧/૨૦૨૫ ના રાત્રીના ૯.૪૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે મોરબીની એલ.ઈ. કોલેજ નજીક આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર નજીક પોતાની જાતે ઝેરી દવા પી જતા ઝેરી અસર થતા બેભાન હાલતમા સારવારમા મોરબી-૨ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજના પર હાજર ડોક્ટરે મરણ ગયેલ હોવાનુ જાહેર કર્યા હતા, જે બાદ મૃતકને તેમના સગા-વ્હાલા પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.