મોરબી શહેરના એસપી રોડ ક્રિષ્ના સ્કૂલથી આગળ એક બ્રેઝા કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૫૦૦૨ લઈને શંકાસ્પદ હાલતમાં જણાય આવતા પેટ્રોલિંગમાં નીકળેલ સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બ્રેઝા કારની તલાસી લેતા બ્રેઝા કારની સીટ નીચેથી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ શીલપેક બોટલ મળી આવતા બ્રેઝા કાર ચાલક આરોપી ચિરાગભાઈ મનસુખભાઇ જાલરીયા (ઉવ.૨૭ રહે.મોરબી ઘુનડા રોડ શિવાલય હાઇટ્સ)વાળાની અટકાયત કરવામાં આવી છે, પકડાયેલ આરોપીની વિદેશી દારૂ અંગેની સઘન પૂછતાછમાં ઉપરોક્ત વિદેશી દારૂની બોટલ રવાપર રેસીડન્સીમાં રહેતા ભાવેશભાઈ ફેફર આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે તેને ફરાર દર્શાવી વિદેશી દારૂની બોટસલ તથા બ્રેઝા કાર મળી કુલ રૂ. ૩.૦૧લાખનો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.