મોરબીમાં 135 લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ દેશ આખો હચમચી ગયો હતો. જે કેસમાં સરકારી વકીલ સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર એસ.કે.વોરાની નિમણૂક કરાઈ હતી. સ્પેશિયલ પીપી તરીકે એસ.કે.વોરાએ રાજીનામૂં ધરી દીધું હતું. જે બાદ હવે જયસુખ પટેલ સામે મોરબી જિલ્લાના ડીજીપીપી વિજય સી.જાની કેસ લડશે.
મળતી માહિતી અનુસાર, 10/12/2022ના રોજ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામા આવી હતી. જે કેસમાં કામનું ભારણ વધારે હોવાનું કારણ આગળ ધરી એસ.કે.વોરાએ રાજીનામું આપી દીધુ હતું. મહત્વનું છે કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસની કોર્ટના સુનાવણી દરમિયાન વકીલ એસ. કે. વોરા ગેરહાજર રહેતા હોવાની પણ સુનાવણી દરમિયાન રાવ ઉઠી હતી. જે બાદ એસ. કે. વોરાએ રાજીનામુ આપી દીધું હતું. જેને લઇ હવે મોરબી ખાતે સરકાર તરફથી કેસ લડવા માટે ડી.જી.પી.પી વિજય સી.જાની ની નિમણુંક કરવામાં આવી છે. હવે જયસુખ પટેલ સામે મોરબી જિલ્લાના ડીજીપીપી વિજય સી. જાની કેસ લડશે. જેનો લીગલ ડીપાર્ટમેન્ટ દ્વારા સતાવાર ઓર્ડર કરાયો છે.