Monday, January 20, 2025
HomeGujaratમોરબી પંથકમાં બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત સહિત અપમૃત્યુના ત્રણ બનાવો...

મોરબી પંથકમાં બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત સહિત અપમૃત્યુના ત્રણ બનાવો નોંધાયા

મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુના વધુ ત્રણ બનાવો જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે. જેમાં રફાળીયા દરીયાલાલ હોટલ નજીક અકસ્માતે બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે ઇલેકટ્રીક શોક લાગતા તરુણી અને શ્વાસની બીમારીને પગલે યુવાનનું મોત થયાના બનાવ સામે આવ્યા છે

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના રફાળીયા દરીયાલાલ હોટલ નજીકથી બાઈક લઇ રાજેશભાઇ હરજીવનભાઇ સોલંકી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પોતે હિરો સ્પ્લેન્ડર બાઈક રજી નં. જી.જે.૩૬ એ.એ ૯૧૬૮ બેફામ સ્પીડે ચલાવી સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રાજેશભાઇ સોલંકીને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનવને પગલે નરેશભાઇ હરજીવનભાઇ સોલંકીએ તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અપમૃત્યુના અન્ય એક બનાવમાં ખાખરાવાળી R.T.O. પાસે અકસ્માતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા મનીષાબેન મહેશભાઇ ઉધરેશા (રહે. કાંતીનગર) નામની 16 વર્ષીય તરુણીનું મોત નીપજ્યું હતું.

વધુમાં મોરબી તાલુકાના ભરતનગર ગામેં આવેલ બસ સ્ટેન્ડમાં
મનુભાઇ રાજાભાઇ ચાવડા (ઉ.વ-૪૯) રહે.નાગડાવાસ તા.જી.મોરબીવાળાને શ્વાસની બિમારી હોય જે બીમારી ઉપડતા તેઓનું મોત નીપજ્યું હતું. જે અંગે કાન્તીભાઇ પ્રેમજીભાઇ ચાવડાએ તાલુકા પોલીસમાં જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!