જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરૂદ્ધમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્રારા કલેક્ટર હસ્તક વડાપ્રધાન નરેન્દ્રમોદીને આવેદન પત્ર પાઠવી મૃતકોને એક કરોડની સહાય, પરિવારજનોને સરકારી નોકરી તેમજ આંતકવાદી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઇ પટેલની આગેવાની હેઠળ મોરબી જીલ્લા ટીમ દ્રારા કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને કાશ્મીરમાં થયેલ હુમલા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.
આવેદન પત્રમાં આમ આદમી મોરબી જીલ્લા દ્રારા પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મૃતકોના પરિવારોના ભરણપોષણ માટે તેમજ બાળકોના ભવિષ્ય માટે એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે તેમજ મૃતકના પરિવારમાં જે પણ શૈક્ષણિક રીતે લાયકાત ધરાવતું હોય તેને સરકારી નોકરી આપવી જોઈએ અને ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓ રોકવા માટે સરકારે કડક પગલા લેવા જ જોઈએ, પહેલગામમાં થયેલા આંતંકી હુમલામાં ભારતના જવાબદાર લોકોને આંતકવાદી જાહેર કરે અને કડક કાર્યાવાહી થાય જેથી ભવિષ્યમાં અન્ય કોઈ લોકો આવા આંતકી પ્રવૃત્તિ ન કરે તેમજ ભારત સરકાર દ્વારા આંતકવાદ ચલાવતા દેશની સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.