મોરબીમાં અનેક વિસ્તારમાં પાણી ભરવાના પ્રશ્નોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેને લઈ ગઈકાલે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા ખાતે જઈ વિસીપરા વિસ્તારમાં ભરાતા પાણી પ્રશ્ને રજૂઆત કરી હતી. અને આવેદન પાઠવી આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ થાય તે માટે અપીલ પણ કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે તા.17.7.2023ના મોરબી નગરપાલિકા વોર્ડ નં. 2 વિસીપરામા આવેલ ભરવાડ વાસમા કાયમી પાણી ભરાતા હોય જેનો નીકાલ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. જે કાર્યક્રમમાં મોરબી જીલ્લા પ્રમુખ – ગીરીશભાઈ પેથાપરા, શહેર પ્રમુખ – હિતેશભાઈ ભટ્ટ, મોરબી જીલ્લા જનરલ સેક્રેટરી – ભરતભાઇ બારોટ, મોરબી જીલ્લા ઉપ પ્રમુખ – ઈકબાલભાઈ બ્લોચ, જીલ્લા પ્રમુખ SC –
વિજયભાઈ મકવાણા, મોરબી શહેર ઉપ પ્રમુખ – જયભાઈ સારેસા, યુવા કાર્યકર – ભાવિનભાઈ ફેફર, યુવા કાર્યકર – ભરતભાઇ બોસીયા, મોરબી શહેર મંત્રી – હુસેનભાઈ તથા યુવા કાર્યકર – સોયેબભાઈ ઉપસ્થિત રહ્યા હતા.