Tuesday, May 6, 2025
HomeGujaratઆવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા મોરબી જિલ્લાવાસીઓને...

આવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા મોરબી જિલ્લાવાસીઓને વહીવટી તંત્રની અપીલ

આપણા ઘર, દુકાન, કારખાના, ઓફિસ સહિતના સ્થળે બ્લેક આઉટ- સંપૂર્ણ અંધારપટ કરી સુરક્ષા અને સલામતીના પગલામાં સહભાગી બનીએ

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં યુદ્ધ કે આકસ્મિક પરિસ્થિતિમાં કોઈ અનિચ્છિય બનવા પામે તે માટે સુરક્ષા અને સલામતી માટે સિવિલ ડિફેન્સમાં સહભાગી બની આવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન ૩૦ મિનીટ બ્લેકઆઉટ- અંધારપટમાં સમગ્ર મોરબી જિલ્લાના નાગરિકોને સ્વયંભૂ જોડાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

બ્લેકઆઉટ એ યુદ્ધ સમયની રણનીતિ છે. બ્લેકઆઉટ ઘરો, ફેક્ટરીઓ, દુકાનો અને વાહનોની લાઇટિંગને નિયંત્રિત કરે છે, જેમાં બારીઓ ઢાંકવી અને સ્ટ્રીટ લાઇટ બંધ કરવી વગેરેનો સમાવેશ થાય છે. યુદ્ધ સમયની મહત્વની આ રણનીતિમાં કૃત્રિમ પ્રકાશને ઓછામાં ઓછો કરવામાં આવે છે જેથી દુશ્મન વિમાનો કે સબમરીનને લક્ષ્ય શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. જેના પગલે મોરબી જિલ્લામાં ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન આપના ઘર ઓફિસની લાઈટો બંધ કરવા તથા પ્રકાશ ઉત્પન્ન કરે એવા કોઇ પણ ઉપકરણોનો ઉપયોગ ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!