મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા માળીયા મિયાણા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એલ.કે.જી થી ધોરણ ૧૦ ના વિદ્યાથીઓ માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, ચોકલેટ વીણ, ટાર્ગેટ અને અન્ય હરિફાઇનું આયોજન કરાયું છે. જે સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે…
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સભ્ય પરિવારોનું સ્નેહમિલનનું આયોજન તા. ૦૫/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે માળીયા મિયાણાના વવાણીયા ખાતે માતૃ શ્રી રામબાઈમાં ધામ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ, ચોકલેટ વીણ, ટાર્ગેટ અને અન્ય હરિફાઇનું આયોજન કર્યું છે. જેમાં કે.જી. થી ધોરણ ૧૦માં અભ્યાસ કરતા તમામ બાળકોને રમત-ગમ્મતમાં ભાગ લેવા માટે સવારે ૯ વાગ્યા પહેલાં નામ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ પ્રમુખ દિનેશભાઈ આર હુંબલ અને મંત્રી મયુરભાઈ એમ.ગજિયા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.