Friday, January 10, 2025
HomeGujaratલગ્ન નોંધણી પ્રમાણપત્ર કાઢી દેવા રૂપિયા માંગનાર કલાર્કનાં જામીન મંજુર કરતી મોરબી...

લગ્ન નોંધણી પ્રમાણપત્ર કાઢી દેવા રૂપિયા માંગનાર કલાર્કનાં જામીન મંજુર કરતી મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ

મોરબીમાં લગ્ન નોંધણી માટે સરકારી બાબુએ રૂ.૪૦૦૦ની લાંચ માંગતા ઝડપાયો હતો. જેમાં મોરબી નગરપાલિકાના લગ્ન નોંધણી ક્લાર્કે રૂ.૪૦૦૦ની લાંચ માંગી હતી. તેમાં લગ્નની નોંધણી કરી સર્ટિફ્કિેટ કાઢી આપવા માટે લાંચ માંગી હતી. જેનાં ગઈકાલે મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગર પાલિકા કચેરીમાં લગ્ન નોંધણી વિભાગમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખી વિરૂધ્ધ લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે લાંચ માંગવાના ગુના સબબ તા.૮-૧૧-૨૦૨૩ ના રોજ, મોરબી એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૩(૨) મુજબનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી પક્ષે રોકાયેલ વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા જામીન મેળવવા મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા, વકીલ ચિરાગ કારીઆ અને તેમની ટીમની ધારદાર દલીલો અને રજુ કરેલા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખી, આક્ષેપિત મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને તા. ૬-૧-૨૦૨૪ ના રોજ જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!