મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડેલું જાહેરનામું
મોરબી જિલ્લાની ગ્રામપંચાયત ચૂંટણી હેઠળના વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી મોરબી જિલ્લાના ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં લાયન્સવાળા હથિયારો જાહેરમાં લઈને જવા પર પ્રતીબંધ લાદવા અને અન્ય હથિયારો તીક્ષણ અને મારક હથિયારો જેવા કે તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી, લાઠી, સળગતી મશાલ તથા બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઈજા કરી શકાય તેવા હથિયારો જાહેરમાં પ્રદર્શિત પર પ્રતીબંધ માટે મોરબી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર એક જાહેરનામાં દ્વારા આદેશ કર્યો છે. આ આદેશ અન્વયે હથિયારો સાથે ફરજ બજાવતા હોમગાર્ડ પોલીસ તથા આર્મડ કોર્સના અધિકારીઓ અને કર્મચારીઓ તથા જેઓને સમક્ષ અધિકારીએ ખાસ પરવાનગી આપી હોય તેમને લાગુ પડશે નહી.