મોરબી જિલ્લામાં દર વર્ષે ખેડૂતો મગફળી, કપાસ તેમજ ડુંગળીનું વાવેતર કરતા હોય છે. ચોમાસુ સીઝનમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. પાક તૈયાર થતા ખેડૂતો વેચાણ કરવા માટે ટેકાના ભાવે મગફળી ખરીદીના ફોર્મ ભરવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ મોરબો જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષી મંત્રી તથા નાફેડ ચેરમેનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
મોરબો જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષી મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા નાફેડ ચેરમેન જેઠાભાઇ આહીરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નાફેદના E Samridhi પોર્ટલ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીના ફોર્મ ભરવાનું તારીખ ૧-૯-૨૦૨૫ થી ૧૫-૦૯-૨૦૨પ દરમ્યાન સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે પોર્ટલ પર એક પણ અરજી થતી નથી કે પોર્ટલ પર રજીસ્ટ્રેશનની થતુ નથી. ટેકનિકલ ખામીના હેલ્પલાઇન માટે ત્રણ પર્સનલ મોબાઇલ નંબર આપેલા છે. જે ૧) જીગર મહેતા – 94282 22455, 2) ક્રુણાલ ગજર – 63548 95483 તથા શ્રીકાંત પટેલ – 84605 51910 આ નંબરમાં ફોન કરી તો કોન્ટેક્ટ થતો નથી. ફોન સ્વીચ ઓફ બતાવે છે. તો આ ફોર્મનું ભરવા કઇ રીતે તેની કોય માહિતી નથી અને ખેડૂતો લાઇનમાં ઊભા છે કે વેલા ફોર્મ ભરવા માટે, કારણ કે વહેલા તે પહેલા ફોર્મ ભરાય તો વહેલા વારો આવે ખેડૂતોને વહેલા પૈસા મળે એના માટે ખેડૂતો ઓફિસમા સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહે ૭ -૧૨ – ૮અ તે ફોર્મ ભરવાની બન્ને માથી એક પણ વેબ સાઇટ ચાલતી નથી. તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.