Friday, January 24, 2025
HomeGujaratમોરબી જિલ્લા ભાજપમાં ચુંટણી દરમ્યાન ખાલી પડેલી જગ્યાઓ ઉપર ઉપપ્રમુખો, મહામંત્રી અને...

મોરબી જિલ્લા ભાજપમાં ચુંટણી દરમ્યાન ખાલી પડેલી જગ્યાઓ ઉપર ઉપપ્રમુખો, મહામંત્રી અને મંત્રીઓની નિમણુંક કરાઈ

મોરબીમાં ચૂંટણી દરમ્યાન જિલ્લા ભાજપમાંથી અનેક હોદેદારોએ રાજીનામાં આપ્યા બાદ ખાલી પડેલી જગ્યા ઉપર ગઈકાલે આ હોદાઓ ઉપર નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ વાંકાનેર તાલુકા પ્રમુખ તથા ટંકારા તાલુકા મહામંત્રીની પણ વરણી કરાઈ છે. જેમાં માળીયા ગ્રામ્યમાં મહામંત્રી તરીકે જ્યૂભા ઉદયસિંહ જાડેજા, મોરબી શહેરના ઉપપ્રમુખ તરીકે નિર્મળભાઈ સામતભાઈ જારીયા તથા વેજન્તિબેન બકુલભાઈ વાઘેલા, વાંકાનેર ગ્રામ્યમાં ઉપપ્રમુખ તરીકે ગાંડુભાઈ લખમણભાઈ ધરજિયા, મોરબી શહેરમાં મંત્રી તરીકે નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટક, વાંકાનેર ગ્રામ્યમાં મંત્રી તરીકે ભરતભાઇ નાથાભાઇ સરવૈયા તથા મોરબી ગ્રામ્યમાં મંત્રી તરીકે રમાબેન જયસુખભાઈ ગડારાની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે વાંકાનેર તાલુકાના પ્રમુખ તરીકે રતિલાલ ગણેશભાઈ અણીયારા, ટંકારા તાલુકાના મહામંત્રી તરીકે ગણેશભાઈ ડુંગરભાઈ નમેરાની વરણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!